JUNAGADHMALIYA HATINA

માળિયા હાટીનાના જંગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અનુસંધાને કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા કર્યો અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રા માળિયા હાટીના તાલુકાના જંગર ગામના ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમને દીપ પ્રાગટય દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા લોકોને કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો
તાલુકા વિકાસ અધિકારી એમ.જે.પાવરાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદા અને રાસાયણિક ખેતીથી થતા નુકશાન વિશે માહિતી આપી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં  સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. તેમજ અલગ અલગ યોજનાના લાભાર્થીઓએ PMJAY કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું
આ તકે હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ગ્રામજનોએ લાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને અગ્રણીઓ ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button