
કેશોદ તાલુકા ના અજાબ ગામ ના યુવા પ્રગતિશીલ ખેડૂત શ્રી મયુરભાઈ અધેરા દ્વારા ગરમ વિસ્તારમાં તેમની કોઠા સુજ થી સ્ટ્રોબેરી ની સફળ ખેતી કરી ટુંકા ગાળા મા મબલખ ઉત્પાદન મેળવ્યું બધા જ પાક માં પાણી અને ઉત્પાદન સમય વધારે હોય છે જ્યારે સ્ટ્રોબેરી નો પાક વાવ્યા પછી 25 દિવસમાં ફાલ બેસવા માંડે છે અને 45 દિવસમાં સંપૂર્ણ ફળ માર્કેટમાં મુકી શકાય છે અને રોજ ભેજ જળવાઈ તેટલું દશ થી પંદર મીનીટ પાણી બેટ દિઠ આપવાથી ઓછા પાણી એ આ ટુંકા ગાળા નો રોકડિયો પાક આપણે લઇ શકીએ આ ખેતી પોતે સોખ થી ઓર્ગેનિક અને ગૌ આધારિત કરે છે તેમની સ્ટ્રોબેરી લોકો ઓર્ડર આપી તેમના બગીચા પર થી જ ખરીદી લય જાય છે એટલે તેમના પેકિંગ અને માર્કેટ સુધી નો વાહન ખર્ચ બચે છે લોકો ને સ્થળ પર સારી ક્વોલેટી મલી રહે છે ખેડુત પોતાના માલનો ભાવ પોતે નક્કી કરતો હોવાથી ખર્ચ ની સામે યોગ્ય વડતર પણ મેળવતો થયો છે સૌરાષ્ટ્રમાં આ ખેતી માટે ની આબોહવા માફક હોય આવતા વર્ષે વધુ ખેડુતો વાવેતર કરે તે માટે તેમણે ખેડુતોને આ નવતર પ્રયોગ હાથ ધરવા ભલામણ સાથે માર્ગદર્શન પણ આપી રહ્યાં છે તેમજ તેમણે અઞાઉ ઓર્ગેનિક કેળા ની સફળ ખેતી કરી ને ખેડુતોણે નવો રાહ ચિંધ્યો છે તેમની ખેતી જોઈ અજાબ તેમજ આજુ બાજુ ના ખેડુતો બાગાયતી ખેતી તરફ અને ઓર્ગેનિક ગૌ આધારિત ખેતી કરવા પ્રેરાયા છે જાગ્યા ત્યારથી સવાર મોડે મોડે પણ દરેકે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે ત્યારે ધણું મોડું થય ગયુ હશે આ વિસ્તારમાં યુવાનો હવે ખેતી માં રસ લય રહ્યા છે ટેક્નોલોજી નો ઉપયોગ કરી બમણી આવક મલી રહે તેવી ખેતી પધ્ધતિ શિખવી હોય તો મળો મળવા જેવા આ અજાબ ના યુવા ખેડુત મયુર અધેરાને જે હકિકતમા મળવા જેવો માણસ છે
રિપોર્ટ : અનિરૂદ્ધસિંહ બાબરિયા – કેશોદ






