
અંત્યોદય પરીવારનો ગરીબ વ્યક્તિ પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાનાં વિસાવદર ખાતે પુર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની વિશેષ ઉપસ્થિતિમાં નગરજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત કર્યું હતું.
હર્ષદભાઇએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વંચિત અને અંત્યોદય પરિવારોની સાચા અર્થમાં દરકાર કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવળી રાજ્ય સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી અંત્યોદય પરિવારો સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, આવસિય, ખેતીલક્ષી, મહિલાલક્ષી અનેક યોજનાઓ અમલી બનાવીને વંચિતોનાં સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખ્યું છે.
સંકલ્પયાત્રાના માધ્યમથી વિસાવદરનાં નગરજનોએ વડાપ્રધાનના પ્રેરક ઉદબોધન અને યોજનાઓની માહિતીસભર ટૂંકી ફિલ્મ નિહાળીને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેની પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા.
“નગરજનોએ “ધરતી કરે પુકાર કે” થીમ હેઠળ પ્રેરક સંદેશો આપતા સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો. મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભ અંગે પોતાના અનુભવોને નગરજનો સમક્ષ રજુ કર્યા હતા. પંચાયતની સિધ્ધિઓ, લાભાર્થીઓ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા-બાળકોને પ્રમાણપત્ર, સહાય તેમજ સન્માનિત કરાયા હતા.
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન દિવંગત અટલજીની જન્મ જયંતી નિમિત્તે તેમની સ્મૃતિમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” અંતર્ગત વિસાવદર નગરપાલીકા હાઈસ્કુલનાં પટાંગણમાં વિકસીત ભારત સંકલ્પ રથ સમયે ઉપસ્થિત અગ્રણીઓએ અટલબિહારી બાજપેયીને સ્મીત્વંદના કરી જણાવ્યુ કે કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. ગુજરાત સમગ્રદેશનાં અન્ય રાજ્યોનું રોલ મોડલ બનીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી આગળ વધી રહ્યુ છે, ત્યારે તેનો સીધો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે, પારદર્શકતા, જવાબદેહી, સંવેદનશીલતા, ભેદભાવ વિનાનું કાર્ય, અસરકારકતા સાથે સરકારે ઈ -ગવર્નન્સને પ્રાધાન્ય આપીને લાભાર્થી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે દિશામાં સરકાર દ્વારા સુદ્રઢ રીતે એક મુહિમ બનાવી જનહિતાર્થે સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે અગ્રણી જશુભાઇ બસીયા, નાગજીભાઇ પરમાર, જયેન્દ્ર દાહિમા, નગપાલીકા હાઈસ્કુલનાં આચાર્ય પંકજ દાહીમા, પ્રેમપરા માધ્યમિક શાળાનાં આચાર્ય પરમાર, ભાવેશ ડોબરીયા, ગફારભાઇ, કૈાશીકભાઇ વાઘેલા, ચિફ ઓફીસર રામભાઇ કરમટા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન. શાળાનાં ચાંદુ દિપરાજ બદરૂભાઇ અને કીશન કેરવા અને સંજય ઘાવરીએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શૈાર્યગીતત તબલાવાદન અને વક્તૃત્વમાં પોતાની કાબેલીત રજુ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા સંકલીત બાળ વિકાસ યોજનાના તારાબેન, નગરપાલીકાનાં ઈજનેર વિશાલ પાંભર, રાજુ ભટ્ટ, સત્યજીત દાહીમા, મહેશ જોષી સહિત કર્મયોગીઓએ જહેમ ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન શાળાનાં શિક્ષક મયુર ઉંધાડે સંભાળ્યુ હતુ. કાર્યક્રમનાં અંતે આભાર દર્શન રમણીકભાઇ ગોહિલે કર્યુ હતુ.





