DAHOD

સંજેલી તાલુકાની વાસીયા પ્રા. શાળામાં તિથિભોજન આપવામાં આવ્યું 

તા.30.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી તાલુકાની વાસીયા પ્રા. શાળામાં તિથિભોજન આપવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ વાંસીયા પ્રા. શાળામાં તારીખ ૩૦/૦૧/૨૦૨૩ ના સોમવારના રોજ ગામના વાલી અરવિંદભાઈ વી. બારીયા તરફથી આજરોજ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજનમાં દાળ,ભાત,પૂરી,શાક અને મીઠાઈ આપવામાં આવી હતી.. અરવિંદભાઈ વી. બારીઆ અને કુટુંબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓના મો પર ભોજન મળતાની સાથે ખૂબ જ આનંદિત જોવા મળતા હતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ જણાતા હતા.શાળાએ ગામનું ઘરેણું છે અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ એ દેશનું ભાવિ અને ગૌરવ છે અને શાળા એ ગામની શોભા છે વારે તહેવારે શાળાની મુલાકાત કરવી અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુલાકાત કરવી અને જરૂરી પ્રશ્નો હોય તો રૂબરૂ મળીને આનંદ સભર ચર્ચા કરવી જોઈએ..શાળાના બાળકોએ આનંદસભર તિથિ ભોજન માં ભાગ લીધો હતો. શાળામાં ભણતા અંદાજે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ તિથિ ભોજનનો લાભ લીધો હતો.. શાળાના આચાર્ય શ્રી ધનાભાઇ કે. બારીયાએ તિથિ ભોજન કરાવનાર વાલી અને કુટુંબનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.. આ પ્રસંગે વાસિયા પ્રા. શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા

[wptube id="1252022"]
Back to top button