જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક મહિનામાં ૧.૩૬ લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક મહિનામાં ૧.૩૬ લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : તા.૯, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક મહિનામાં એક લાખ છત્રી હજાર પાંચસો અઠાવન લોકોએ મુલાકાત લીધી હતી.
જેમાં મોટા 63,664 બાળકો 12481, નાના વિધાર્થી 23, 673, મોટા વિધાર્થી 36,171 તેમજ સિનિયર સિટીઝન 569 લોકોએ મુલાકાત લીધી હતી..,ખાસ એશિયાઈ સિંહ લોકોનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, અને વાઘ, ચિતો, દીપડો જેવા ખુખાર પ્રાણીઓ નિહાળી લોકોએ આનંદ માળ્યો હતો.
આ પ્રાણી સંગ્રહાલય આઝાદી નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નવાબી કાળ દરમિયાન, ઇ.સ. ૧૮૬૩માં થઇ હતી, જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. આ પ્રાણી સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે.





