GIR SOMNATHMENDARDA

Gir Somnath : ડેડકડી રેન્જ મેંદરડા હેઠળ વનવિભાગ ની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વન મંત્રાલય દિલ્હી થી આદેશ

ગીર પશ્ચિમ ડિવિઝન ની ડેડકડી રેન્જ મેંદરડા હેઠળ વનવિભાગ ની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વન મંત્રાલય દિલ્હી થી આદેશ

ગીર પશ્ચિમ ડિવિઝન હેઠળ ની ડેડકડી રેન્જ મેંદરડા માં વનવિભાગ ની અભ્યારણ્ય, રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેકટેડ ફોરેસ્ટ માં મોટા પાયે દબાણો થયેલ છે. વનવિભાગ ની જમીન પર થયેલ મોટપાયા ના દબાણો દૂર કરવા બાબતે અને આટલી મોટી માત્રા માં થયેલ દબાણ બાબતે જવાબદાર વનવિભાગ ના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય અને ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટ નવી દિલ્હી ને લેખિત પુરાવાઓ સાથે જુનાગઢ ના પંકજ રબારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને જેને પગલે કેન્દ્રીય વન અને પર્યાવરણ નવી દિલ્હી દ્વારા ડેડકડી રેન્જ મેંદરડા હેઠળ ની વનવિભાગ ની જમીન પર થયેલ દબાણો તાત્કાલિક દૂર કરવા,અને વનવિભાગ ના કાયદા,નિયમો અને જોગવાઈઓ મુજબ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માટે મુખ્ય વન સંરક્ષક શ્રી,ગાંધીનગર ને આદેશ કરવામાં આવેલ છે અને આ બાબતે થયેલ તમામ કાર્યવાહી નો રિપોર્ટ દિલ્હી રજૂ કરવા માટે જણાવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડેડકડી રેન્જ મેંદરડા હેઠળ ની વનવિભાગ ની જમીનો પર ઘણા મોટાપાયે ગેરકાયદેસર દબાણો થયેલ છે અને વનતંત્ર દ્વારા તેને દૂર કરવાની કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી.જેને પગલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવેલ હતી.
નેસ માં વસવાટ કરતા માલધારીઓ અને બોર્ડર પર રહેતા ગ્રામજનો વિરુદ્ધ સાવ નજીવી બાબત માં કાયદા ના દંડા ઉગામતું વનવિભાગ હવે મોટા મોટા દબાણો કરનાર મોટા માથાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે કે પછી ભીનું સંકેલવામાં અને મોટા માથાઓને છાવરવામાં વ્યસ્ત બની જાય છે એ જોવું રહ્યું.

[wptube id="1252022"]
Back to top button