GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન આયોજન કરવામાં આવ્યું છે

MORBI:બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન આયોજન કરવામાં આવ્યું છે

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે છેલ્લા 205 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. 14 ને મંગળવાર અને કારતક સુદ પડવાના દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 14ના સવારે 9 કલાકે મહાઆરતી, અન્નકૂટ દર્શન તેમજ સવારે 9:30 કલાકથી મહાપ્રસાદ તેમજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં ભજનિક કલાકાર વિજયભાઈ ગઢવી, ભગવતીબેન ગૌસ્વામી તેમજ લોકસાહિત્યકાર રાજુભાઈ આહિર ઉપસ્થિત રહી પોતાની આગવી શૈલીમાં સંગીતના સથવારે વિવિધ ભજનો પ્રસ્તુત કરશે. તો બગથળા તેમજ આસપાસના ગામોની જનતાને આ ધાર્મિક કાર્યક્રમમાં નવા વર્ષના પ્રથમ દિવસે મહંતના આશીર્વાદ લેવા ઉપસ્થિત રહેવા નકલંક મંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button