HALOLPANCHMAHAL

હાલોલના બાસ્કા ગામે કાકીની હત્યા કરનાર ભત્રીજાને આજીવન કેદની સજા.

તા.૧૮.માર્ચ.

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના બાસ્કા ગામે આથી ચાર વર્ષ પહેલા ખેતર ની વાડ માં છીડું કેમ પાડે છે.તેમ કહેતા આરોપીએ કુટુંબી કાકીને ધારીયા ના ઘા મારી મોત ને ઘાટ ઉતારેલ બનાવ માં આ કેસ હાલોલ ની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ માં કેસ ચાલી જતા ફરિયાદી વકીલ ની રજુવાત અને પુરાવા ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદ ની સજા ફટકારતા પંથક માં ચકચાર મચી જવા પામી હતી.બનાવ ની પ્રાપ્ત વિગત એવી છે કે હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેતા ફરીયાદી જીતેન્દ્રકુમાર ઉદેસિંહ સોલંકી તા.28 મી માર્ચ 2019 ના રોજ ઘરની નજીક માં મહુડાવાળા ખેતરમાં મકાઈ ના પાક ને પાણી મુકવા ગયા હતા.અને તેમની માતા સવિતાબેન નજીક માં કુટુંબી કાકા ના ખેતરના ભેંસ ચરવા ગયા હતા. ત્યારે કુટુંબી કાકા ફતેસિંહ નો છોકરો કમલેશભાઈ ફતેસિંહ સોલંકી હાથ માં રાખેલ લાકડી વળે વાડ માં છીડું પાડતો હતો. તેથી સવિતાબેન એ તેને બુમ પાડી વાડ માં છીડું કેમ પાડે છે. તેમ કહેતા કમલેશ સોલંકી ગમે તેમ માં બેન સામેની ગાળો બોલવા લાગેલ અને ઘર બાજુ ગયો હતો. અને લોખંડ નું ધારીયું લઇ ને આવી સવિતાબેન ને ગાળો બોલી તું મને કહેવાવાળી કોણ તેમ કહી ધારિયા ના ઘા જીકી દેતા સવિતાબેન બુમાબુમ કરતા લોહી લુહાણ હાલત માં જમીન ઉપર ફસડાઈ પડયા હતા. બુમાબુમ થતા તેમનો છોકરો જીતેન્દ્ર સહીત અજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા. માતાને બચાવવા ફરિયાદી જીતેન્દ્ર સોલંકી વચમાં પડતા તેને પણ આરોપી કમલેશે ધારીયા ના ઘા જીકી દેતા જિતેન્દ્રને છાતીના ભાગે વાગી ગયું હતું. સારવાર અર્થે સવિતાબેન ને 108 એમ્બ્યુલન્સ માં હાલોલ રેફરલ ખાતે લાવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજી ગયું હતું. બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે કમલેશ સોલંકી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ઘનિષ્ટ તપાસ કરી હાલોલ ની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ માં કેસ દાખલ કરતા જે કેસ ચાલી જતા હાલોલ ની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ ના એલ.જી.ચુડાસમા જજ સાહેબે ફરિયાદી ના વકીલ આર. ડી.શુક્લા ની રજુવાત અને પુરાવા ગ્રાહ્ય રાખી આરોપી કમલેશ સોલંકી ને આજીવન કેદ ની સખત સજા અને દંડના રૂ. 5000/- ભરપાઈ કરવાનો હુકમ કરેલ અને જો દંડ ની રકમ ના ભરે તો વધુ છ માસ ની સખત સજાનો હુકમ કરતા પંથક માં ચકચાર મચી જવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button