જામનગર શાળા નં- ૧૮ ખાતે વિજ્ઞાન રથ અને થ્રીડી મૂવી શો વર્કશોપ યોજવામાં આવ્યો

જામનગર શાળા નં- ૧૮ ખાતે વિજ્ઞાન રથ અને થ્રીડી મૂવી શો વર્કશોપ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલના, ડાયરેક્ટર, શ્રેષ્ઠતમ શિક્ષક, ઉતમ વક્તા, વિજ્ઞાન ગણિતના તજજ્ઞ ડો.સંજયભાઇ પંડયા , રવિભાઇ, પંકજભાઇ દ્વારા વિજ્ઞાનના અવનવા પ્રયોગોનું નિર્દેશન કરવામાં આવ્યું. આ વિજ્ઞાન કાર્યશાળામાં શાળાના ૬૪૦ બાળકોએ હર્ષભેર ભાગ લીધો હતો. એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ વર્ષે શાળા નં-18 ને વિજ્ઞાનની સક્રિય શાળા અવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. શાળાને આ સિધ્ધિ અપાવનાર શિક્ષકો કોમલબેન સવસાણી, રામગોપાલ મિશ્રા, મોતીબેન કારેથા, હિરલબેન પંડ્યા અને કેશવીબેન કંડોરીયાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. મુખ્ય શિક્ષક દીપક પાગડાએ વિજ્ઞાન કાર્યશાળાના હેતુકક્ષી કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.ડી. મહેતા ડી.એસ.સી. ધ્રોલની ટીમ અને પ્રયત્નશીલ તમામ શિક્ષકોને ધન્યવાદ પાઠવ્યા હતાં.






