JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરના મોટા ઈટાળા ગામમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ

રવિવારે મોટા ઈટાળામાં જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

શ્રીમતિ ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલયના એન.એન.એસ. તાલીમમાં જાગૃતિ કાર્યક્રમ.

જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.

ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.

ગ્રામજનોને લાભ લેવા અનુરોધ. જાથાનો ૧૦,૦૩૪ મો લોકજાગૃતિ કાર્યક્રમ.

અમદાવાદ : જામનગર જિલ્લાના મોટા ઈટાળા ગામમાં શ્રી લેઉઆ પટેલ સેવા સમાજ ધ્રોલ સંચાલિત શ્રીમતિ ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત શિબિરમાં ગ્રામજનો, તાલીમાર્થી, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ રવિવાર તા. ૩ જી માર્ચે રાત્રિના ૮ કલાકે ગામના વિશાળ મેદાનમાં જાહેર જનતા માટે અદ્દભુત આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા ખાસ હાજરી આપી વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ટ્રસ્ટી વિજયભાઈ મુંગરા, આચાર્ય ડો. પ્રવિણાબેન તારપરા, પ્રોગ્રામ ઓફિસર પુનિતાબેન મછોયા, કૃપાલીબેન ગજેરા, એન.એસ.એસ. લીડર દિયા ચાંગાણી, શ્રેયા ભંડેરી, ચાર્મી વસોયાની હાજરીમાં કરવામાં આવશે.

ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, માથા ઉપર સગડી રાખવી, ભુવાની સાંકળ મારવાની ડીંડક લીલા, અગ્નિનું આપોઆપ સળગવું, બોલતું તાવિજ, બેડી તૂટવી, હઝરતમાં જોવું, ધૂણવું-સવારી આવવાની ધતિંગલીલા, હાથ-માથા ઉપર દીવા રાખવા, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું, કર્ણપિશાચ વિદ્યા કાનેથી ચિઠ્ઠી વાંચવી વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવશે.

વૈજ્ઞાનિક પ્રયોગોમાં વિનોદભાઈ વામજા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, હર્ષાબેન પંડયા, નિર્ભય જોશી સહિત કાર્યકરો પ્રયોગ નિદર્શનમાં ભાગ લેવાના છે.

કોલેજના ટ્રસ્ટી વિજયભાઈ મુંગરા જણાવે છે કે ધ્રોલ તાલુકાના ગ્રામજનો તથા મોટા ઈટાળા આસપાસના ગામના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડૉ. પ્રવિણાબેન તારપરા કરવાના છે.

વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button