JAMNAGARLALPUR

“શ્રી કન્યા વિદ્યાલય–1 સિક્કા માં પ્રથમ વખત NMMS શિષ્યવૃતિ પરિક્ષા માં મેરીટમાં 1 વિધાર્થીનીનો સમાવેશ”

જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત શ્રી કન્યા વિદ્યાલય-1 સિક્કા શાળામાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી   NMMS   શિષ્યવૃતિની પરિક્ષામાં શાળામાં કુલ 5 વિધાર્થીનીઓ પરિક્ષામાં પાસ થઈ છે. અને તેમાં થી 1 વિધાર્થીની નો  NMMS શિષ્યવૃતિની પરિક્ષા માં મેરીટમાં સમાવેશ થયો છે.ભટ્ટી સુમૈરા સુલેમાન નામની વિધાર્થીની ને    180   ગુણ માંથી  127 માર્ક આવેલ છે. અને તે માટે ધોરણ :- 8 ના  શિક્ષકો દ્વારા આખા વર્ષ દરમિયાન ખુબજ વિષય વસ્તુને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ અન્ય શિક્ષકોએ પણ જરૂરી માગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને શ્રી કન્યા વિદ્યાલય-1 સિક્કા શાળાનું નામ રોશન કરેલ છે. જે શાળા પરિવાર માટે ખુબજ ગૌરવ ની વાત છે.

[wptube id="1252022"]
Back to top button