
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રી આરબલુસ પ્રાથમિક શાળા સતત ત્રીજા વર્ષે ઉત્કૃષ્ઠ દેખાવ કરતાં બે બાળકો નો સમાવેશ મેરીટ લિસ્ટમાં થયો છે.જેમાંથી પરમાર નિકિતાબેન પ્રવીણભાઈ કુલ ૧૩૩ ગુણ મેળવેલ છે અને ગોહિલ શ્યામ દિલીપભાઈ દ્વારા ૧૨૧ ગુણ મેળવીને મેરિટમાં સમાવેશ થયેલ છે.જે બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેમને કુલ ચાર વર્ષ દરમિયાન ૪૮,૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે.આ પરીક્ષા શાળામાંથી કુલ ૨૩ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ જેમાંથી કુલ ૨૦ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલ.શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.આ તકે કાનાલુસ સીઆરસી દિગ્વિજયસિંહ દ્વારા વિશેષ આશીર્વાદ આપવામાં.આવેલ.આ પરીક્ષાની તૈયારી માટે દિનેશભાઈ કણજારિયા,આરતીબેન કટેશિયા, બાભવા રાજાભાઈ દ્વારા જહેમત ઉઠાવેલ..