JAMNAGARKALAVAD

કાલાવડમાં 28 ફેબ્રુઆરી એ આઈ.ટી.આઈ. ખાતે જોબફેરનું આયોજન

27 ફેબ્રુઆરી 2024
હર્ષલ ખંધેડિયા – : જામનગર

28 ફેબ્રુઆરીના કાલાવડ આઈ.ટી.આઈ. ખાતે જોબફેરનું આયોજન કરાશે

મદદનીશ નિયામકશ્રી રોજગારની કચેરી જામનગર દ્વારા આઈ.ટી.આઈ.કાલાવડ ખાતે આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 કલાકે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે. આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર ઉપસ્થિત રહેવું. તેમ મદદનીશ રોજગાર નિયામક સરોજ સાંડપાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button