GUJARATVALSADVALSAD CITY / TALUKO

Valsad : વલસાડ જિલ્લાના ગામડાઓ સ્વચ્છતા હી સેવા અભિયાનના રંગે રંગાયા 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ઓક્ટોબર

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજે રોજ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. જે મુજબ ધરમપુર તાલુકાના બોપી ગામમાં સફાઈ અભિયાન, કપરાડા તાલુકાના ખાતુનિયા ગામમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ અને સ્વચ્છતા શપશ, પારડી તાલુકાના ડુમલાવ ગામમાં સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ, સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ, સ્વચ્છતા શપથ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયુ હતું.

ઉમરગામ તાલુકાના પુનાટ ગામમાં હેન્ડવોશ, સ્વચ્છતા જાગૃત્તિ, સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. વલસાડ તાલુકાના કાંપરીયા ગામમાં ડ્રાઈંગ સ્પર્ધા, હેન્ડવોશ અને સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી. જ્યારે વાપી તાલુકાના કરવડ ગામમાં સફાઈ અભિયાન, સ્વચ્છતા શપથ અને હેન્ડવોશની પ્રવૃત્તિ થકી સફાઈનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button