DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

સાંસદ પૂનમ માડમની જામનગરમા જાજરમાન પ્રેસ કોન્ફરન્સ

સાંસદ પૂનમ માડમની જામનગરમા જાજરમાન પ્રેસ કોન્ફરન્સ

ભારતના યશસ્વી વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સંરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે સફળતપૂર્વક ૯ (નવ)વર્ષ પૂર્ણ થવા અંગે ન્યુ ઇન્ડીયાની વિગતો અપાઇ

દ્વારકાધીશ કોરીડોર બનશે-જામનગર વિશ્ર્વકક્ષાએ ઝળક્યુ છે-નાગરીકોનો ખુબ ખુબ આભાર–સાંસદ પૂનમબેન

૧૨-જામનગર(જામનગર-દેવભૂમિ દ્વારકા) લોકસભા વિસ્તારની જનસંપર્ક યાત્રા અંગે માહિતી અપાઇ

આમંત્રીતો અને ઉત્સાહીઓ ઉપસ્થિત રહ્યા

 

જામનગર ( નયના દવે)

 

જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમની જામનગરમા તારીખ ૩૧ મે ના રોજ જાજરમાન પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી મહત્વપુર્ણ રીતે
ભારતના યશસ્વી વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સંરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે સફળતપૂર્વક ૯ (નવ)વર્ષ પૂર્ણ થવા અંગે ન્યુ ઇન્ડીયાની વિગતો આ પ્રેસ કોન્ફરન્સમા અપાઇ હતી ઉપરાંત
૧૨-જામનગર(જામનગર-દેવભૂમિ દ્વારકા) લોકસભા વિસ્તારની જનસંપર્ક યાત્રા અંગે માહિતી અપાઇ હતી આ તકે જામનગર અને દ્વારકા જીલ્લાના તેમજ જામનગર શહેરના આમંત્રીતો તેમજ ઉત્સાહીઓ ઉપસ્થિત રહ્યા હતા

પ્રેસ કોન્ફરન્સમા ભારતના વિકાસ ની સાથે જામનગર અભિન્ન અંગ તરીકે જોડાયુ છે અને રેલવે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરોના વખતની કાળજીઓ નેશનલ હાઇવે આયુર્વેદની વિશ્ર્વસ્તરે સ્વીકૃતિ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઓ વગેરે બાબતો જણાવી દ્વારકાધીશ કોરીડોર સીગ્નેચર બ્રીજ સહિત સર્વાંગી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મોદી સા. ના નેતૃત્વમા સમગ્ર ભારતનો વિકાસ થઇ રહ્યો છે તેની છણાવટ કરી સાસદસભ્ય શ્રી પૂનમબેન એ જણાવ્યુ હતુ કે સમગ્ર લોકસભા વિસ્તારમા મને લોકોના કામ કરવાની તક આપી તે બદલ સૌ નાગરીકોનો અભાર માનુ છુ

જામનગર સંસદીય વિસ્તારમા દરેક યોજનાઓ નિતિઓ નો લાભ મળ્યો છે ત્યારે હજુ ય આપણા ક્ષેત્રને વધુ ને વધુ વિકાસ કરવા સૌ કટીબદ્ધ રહીએ તેવી અપીલ સાંસદ પૂનમબેન માડમ એ પ્રેસના માધ્યમથી કરી હતી

એકંદર આ પ્રેસ કોન્ફરન્સ ખુબ માહિતી પ્રદ બની રહી હતી તેમજ લોકોના પ્રશ્ર્નોનો અવાજ જે પ્રેસ પ્રતિનિધીઓએ ઉઠાવ્યો હતો તે દરેક બાબતે તાત્કાલીક યોગ્ય નિરાકરણની સાંસદ પૂનમબેને ખાત્રી આપી હતી અને જનસુવિધા તેમજ પ્રાથમીસ સુવિધા અને ગરેામ્ય વિકાસ શહેરી વિકાસ સહિત મહત્વની બાબતો એ પ્રાધાન્ય આપવામા આવી રહયાનો દ્રઢ પુનરોચ્ચાર કર્યો હતો

આ પ્રેસ કોન્ફરન્સ વખતે લાખાબાવળ સ્થિત સેવન સીઝન રીસોર્ટ ખાતે જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા દ્વારકા જિલ્લા પ્રમુખ મયુર ગઢવી જામનગરના મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય રીવાબા જાડેજા કોર્પોરેશન સુધરાઇઓ પંચાયતના પદાધીકારીઓ ભાજપના સીનીયર કાર્યકર્તાઓ બીઝનેસમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા
@_______________________

B.G.B.

b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)

gov.accre. Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

[wptube id="1252022"]
Back to top button