JAMNAGARJAMNAGAR CITY/ TALUKO
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
કાલાવડની શ્રી મુક્તાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંકલ્પ પત્રોનું વિતરણ કરાયું

વાત્સલ્યમ સમાચાર
પ્રદિપસિંહ જી.રાઠૌર જામનગર

જામનગર તા.૧૬ એપ્રિલ, જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શ્રી મુક્તાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ પોતાના વાલીઓ પાસે સંકલ્પપત્રો ભરાવી મતદાન અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ઉપરાંત શાળાના શિક્ષકોએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

[wptube id="1252022"]









