JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

Jamnagar : રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ– ૨૦૨૩ કાર્યક્રમમાં શાળા નં -૧૮ના  વિધાર્થી અને શિક્ષકને સન્માનિત કરાયા

NCSTC-ન્યુ દિલ્હી અને ગુજકોસ્ટ-ગાંધીનગરના આર્થિક સહયોગથી શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ તથા ડી.ઈ.ઑ. કચેરી, ડી.પી.ઈ.ઑ. કચેરી અને ન.પ્રા.શિ.સ જામનગરના તેમજ શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલય-ધ્રોલના સયુંકત ઉપક્રમે જામનગર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચમાધ્યમિક શાળાના બાળકો માટે જિલ્લાકક્ષાનો “રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ – ૨૦૨૩” અંતર્ગત મુખ્ય થીમ : “આરોગ્ય અને સુખાકારી માટે ઈકો સિસ્ટમની સમજણ”  થીમ પર જિલ્લાક્ક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં જામનગર જિલ્લામાંથી ૪૫૦૩ પ્રોજેકટ રજીસ્ટ્રેશન થયેલ તેમાંથી જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ ૨૫૨ પ્રોજેકટ રજૂ થયા જેમાં શાળા નં-૧૮ જામનગરનાં ૫ પ્રોજેક્ટ પસંદ થયેલ હતાં ૧. વેસ્ટ મટિરિયલ કચરા દ્વારા વીજળીનું ઉત્પાદન ૨.દૂધ પ્લાસ્ટિકની બોટલ ૩. ગામના ખેડૂતો દ્વારા ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરોનું સર્વેક્ષણ ૪. વરસાદી પાણી શુદ્ધ કરનાર ૫. મેઈક અ‍ એર કૂલર – ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનતા દેવાંશી દિપક પાગડા  & દ્રષ્ટી ધારવિયાનો પ્રોજેક્ટે  4th નંબર મેળવ્યો હતો. શાળાનાં શિક્ષક અંકિતાબેન અઘેરા, કોમલબેન સવસાણી અને મુકેશભાઇ છત્રાળાએ માર્ગદર્શન આપ્યુ હતું.  જિલ્લાકક્ષાનો રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ – ૨૦૨૩ કાર્યક્રમમાં શાળા નં -૧૮ ના શિક્ષકને સક્રિય શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષશ્રી રાઘવજીભાઈ પટેલ (કેબિનેટ મંત્રી- ગુજરાત સરકાર) અતિથિ વિશેષ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મધુબેન ભટ્ટ, શ્રી એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ-ધ્રોલના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા, જામનગર જિ.મા.ક શિક્ષણ સંધના પ્રમુખ તેમજ ગુ.રા.મા.શિ. સંઘના ઉપપ્રમુખ મહેશભાઈ મુંગરા, શ્રી ગાર્ડિ કોલેજ-ધ્રોલના પ્રિન્સિપાલ, લેઉવા પટેલ સમાજ-ધ્રોલના વાઇસચેરમેન ડો.વિજયભાઈ સોજીત્રા, શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલય-ધ્રોલના વ્યવસ્થાપક વિજયભાઈ મુંગરા અને પ્રિન્સિપાલશ્રી ડો.પ્રવિણાબેન તારપરા, ગુજકોસ્ટ-ગાંધીનગર કચેરી દ્વારા નિમેલ કાર્યક્રમના ઓબ્ઝર્વરશ્રી મંથન લોક-વિજ્ઞાનકેન્દ્ર નર્મદાના,બી.એચ.ગાર્ડિ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી-આણંદપરના પ્રિન્સિપાલશ્રી ડો. વિમલભાઈ પટેલ, શ્રી એમ.ડી.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધ્રોલના પ્રિન્સિપાલશ્રી નિતાબેન રામાનુજ તેમજ કાર્યક્રમના નિર્ણાયકશ્રીઑ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પસંદ કરેલ ૨૫૨ જેટલા પ્રોજેકટનું મુલ્યાંકનકારે અભિનંદન પાઠવ્યા હતાં.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.સંજયભાઈ પંડયાએ કરેલ. સહાયક તરીકે શ્રી એસ.ડી.મહેતા મહિલા કોલજ-ધ્રોલના બિંદુબેન ભટ્ટ અને શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલય-ધ્રોલ પર યોજાયેલ આ કાર્યક્રમમાં તમામ સફળ સુવિધામાં સંસ્થાના ડો.વિજયભાઈ સોજીત્રા, શ્રી વિજયભાઈ મુંગરા અને ડો.પ્રવિણાબેન તારપરા સુંદર સહકાર મળેલ. શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતાએ તમામ બાળકોને રાજયક્ક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરવા અભિનંદન પાઠવેલ.

 

[wptube id="1252022"]
Back to top button