
શાળા નં- ૧૮ જામનગર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર, મરીન નેશનલ પાર્ક ચેર રેન્જ જામનગરના સંયુક્ત ઉપક્રમે વન્યજીવ સપ્તાહની ઉજવણી ૨ થી ૮ ઓક્ટોબર ૨૦૨૩ સુધીની નિયત થયેલી હોય તે અંતર્ગત આજે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ મને ગમતું વન્યપ્રાણી અથવા પક્ષી અને મારી નજરે /દ્રષ્ટિએ દરિયા જીવ સૃષ્ટિ અંતર્ગત ચિત્રો દોર્યા હતા. આ ચિત્ર સ્પર્ધામાં કુશવાહ નીલમ શિવકુમાર પ્રથમ, મકવાણા જાનવી હસમુખભાઈ દ્વિતીય, કુશવાહા રાધિકા શિવકુમાર ત્રીજા નંબરે, કારેણા દિશા વશરામભાઈ ચોથા નંબરે, પરમાર નંદની ગોપાલભાઈ પાંચમા નંબરે, પાગડા દેવાંશી દિપકભાઈ છઠ્ઠા નંબરે, સોનમ રાજભર સાતમા નંબરે , નકુમ મિતલ આઠમા નંબર, પરમાર ત્રિવેણી સતીશભાઇ નવમો અને મકવાણા જિગ્ના બાબુભાઇ દસમાં નંબરે વિજેતા થયા હતા. વિજેતા થયેલા તમામ બાળકોને તથા ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા.આ કાર્યક્રમમાં મરીન નેશનલ પાર્કના સાયન્ટિસ્ટ કેતનભાઇ રામાણી, મરીન નેશનલ પાર્ક રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ચેર રેન્જ આર.એમ. પટેલ સાહેબે માર્ગદર્શનન આપ્યું હતું તથા વન્ય જીવસૃષ્ટિ અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિની મુવી બતાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોતીબેન કારેથા અને નિર્ણાયક તરીકે જયેશભાઈ દલસાણીયા અને તરુણાબેન પરમારે સેવા આપી હતી. શાળાના મુખ્ય શિક્ષક દીપક પાગડાએ વિજેતા થયેલા બાળકો, ભાગ લીધેલ બાળકો અને મરીન નેશનલ પાર્કના અધિકારીશ્રીઓને સુંદર કાર્યક્રમના આયોજન બદલ તમામને ધન્યવાદ પાઠવ્યા હતાં






