GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ મંદિરે શ્રાવણના દ્વિતીય સોમવારે માનવ મહેરામણ ઉમટી પડ્યો

શ્રાવણના દ્વિતીય સોમવારે ભક્તોનો વહેલી સવારથી માનવસમુદાય ઉમટ્યો. સોમનાથ દાદાના દર્શન કરી સાંજે 7 સુધીમાં 39 હજાર ભક્તોએ દર્શન કર્યા, 48 સોમેશ્વર મહાપૂજન, 41 ધ્વજાપૂજા-આરોહણ, 740 રૂદ્રાભિષેક સહિત પૂજાઓ કરવામાં આવેલી હતી.સોમનાથ મંદિર પરિસરમાં યજ્ઞશાળા ખાતે ચાલી રહેલ મહામૃત્યુંજય યજ્ઞમાં 682 થી વધુ પરિવારોએ 15 હજારથી યજ્ઞ આહુતી અર્પણ કરી યજ્ઞ યજમાન બનવાનો લ્હાવો લીધેલ હતો, દેશ-વિદેશના હજારો ભક્તોએ ઓનલાઇન દર્શન-પૂજાનો લાભ લઇ ઘરબેઠા ધન્યબન્યા હતા.પવિત્રા બારશ નીમીત્તે ભગવાન સોમનાથજીને પવિત્રા શૃંગાર કરવામાં આવેલ, શાસ્ત્રોમાં કહેવાયુ છે કે शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे | शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः ભગવાન શિવના હ્રદયમાં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે, અને વિષ્ણુ ભગવાનના હ્રદયમાં શિવજી બિરાજમાન છે. આ વિશેષ દર્શનની ઝાંખી થી વૈષ્ણવ અને શૈવ ભક્તો ધન્ય બન્યા હતા.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button