JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જેસીઆઈ જામનગર અને એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં સંયુક્ત ઉપક્રમે યોજાયો આંતર રાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ

જેસીઆઈ જામનગર અને એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં સંયુક્ત ઉપક્રમે તા.21 જૂન નાં રોજ આંતર રાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીની બહેનોએ તથા સ્ટાફ નાં ભાઈઓ અને બહેનો અને આજુ બાજુના નાં વિસ્તાર માં વસવાટ કરતા લોકો એ આ આંતર રાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ માં ખુબ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો અને યોગ નું મહત્વ સમજી જીવન માં યોગ ને નિયમિત રોજિંદા જીવનમાં આપનાવવા માટે નાં સપથ ગ્રહણ કર્યા હતા.તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી નાં યોગ ક્ષેત્રે જાગૃતતા ફેલાવવા નાં આંતર રાષ્ટ્રીય કક્ષા નાં આ  અભિયાન માં લોકો જોડાયા હતા.અને દેશ નાં ભાવી નાગરિક એવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને યોગ નાં મહત્વ અંગે ની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ શ નાં આચાર્ય શ્રી અને જેસીઆઈ  જામનગર નાં પ્રમુખ જેસી  જીજ્ઞેશ ચાંગાણી,જેસી સેન હીતુલ કારીયા, ઝોન 7 પાસ્ટ ઝોન પ્રમુખ જેસી સમીર જાની,ઝોન 7 નાં વાઈસ ઝોન પ્રમુખ જેસી કુણાલ સોની, સેક્રેટરી જેસી જતીન ભટ્ટી, જેસી ભાવેશ સોજીત્રા ,જેસી અંકિત વોરા , જેસી ખીલન પાટલિયા ,જેસી  જેસી મોહિત વાટલિયા ,વગેરે એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button