JETPURRAJKOT

જેતપુરમાં પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ અર્થે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું 

તા.૧૮ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે જેતપુર નાયબ પોલીસ અધીક્ષકશ્રી રોહિતસિંહ ડોડીયાનાં અધ્યક્ષસ્થાને જેતપુર સીટી પોલીસ તેમજ જેતપુર તાલુકા પોલીસ ટીમ દ્વારા નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

આગામી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે તેને લઈને જેતપુર નાયબ પોલીસ અધીક્ષકશ્રી રોહિતસિંહ ડોડીયાનાં અધ્યક્ષસ્થાને જેતપુર સિટી પોલીસ તેમજ જેતપુર તાલુકા પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઈક રેલી જેતપુર શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી અને લોકો ને જાગૃત કર્યા હતા. આ બાઈક રેલીમાં શહેર અને તાલુકા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ જોડાય હતા

જેતપુર પોલીસ દ્વારા શહેરમાં બાઈક રેલી યોજી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની લોકોમાં જાગૃતિ આવે તેને લઈને હાથમાં ઝંડા તેમજ વિવિધ સ્લોગન લખેલા બેનરો જેવાકે યોગ ભગાવે રોગ, કરો યોગ રહો નિરોગ જેવા બેનરો સાથે બાઈક રેલી યોજાઈ હતી.

[wptube id="1252022"]
Back to top button