JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શાળા નં- ૧૮ જામનગર ખાતે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ જામનગરના સહયોગથી શાળા નં- ૧૮ જામનગર ખાતે ગુરુ વંદન – છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાઈ ગયો. ગુરુ વંદન કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું અને શિક્ષણક્ષેત્રની સેવા માટે શાળાના શિક્ષક ભીમશીભાઈ પિંડારિયા, પરબતભાઈ રાવલીયા, મોતીબેન કારેથાને સન્માનિત કર્યા. છાત્ર અભિનંદન કાર્યક્રમ અંતર્ગત ધો.૧ થી ૮ માં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક દીપક પાગડાએ પ્રસંગિક ઉદબોધન અને ભારત વિકાસ પરિષદ જામનગરના સંગઠન મંત્રી શંકરદત્તભાઈ જોશીએ ભારત વિકાસ પરિષદ સંસ્થાકીય કાર્ય યોજના અને પ્રકલ્પો અને ગુરુપૂર્ણિમા વિશે વ્યાખ્યાન આપ્યું હતું. મકવાણા જાનવીએ ગુરુપૂર્ણિમા વિશે વક્તવ્ય આપ્યું હતું. ભારત વિકાસ પરિષદ જામનગરના મંત્રી વિજયભાઈ ભટ્ટ અને ખજાનચી ભાવેશભાઈ બારમેડા ઉપસ્થિત રહી કાર્યક્રમ અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા રંજનબેન નકુમે કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button