BHARUCH

કાવલી પ્રાથમિક મિશ્ર શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો. ભૂલકાઓમાં આનંદની લાગણી.

કાવલી પ્રાથમિક મિશ્ર શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો. ભૂલકાઓમાં આનંદની લાગણી.

જંબુસર તાલુકાના કાવલી ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેમજ રાષ્ટ્રીય પર્વ ના દિવસે કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળામાં ગામના દાતાઓ તરફથી બાળકોની શક્તિ ખીલે અને વિદ્યા અભ્યાસમાં રસ અને રુચિ કેળવે એ હેતુ અનુસાર મળેલ આર્થિક મદદ માંથી બાળકોને પેન્સિલ , બોક્ષ , પેન , ઇરેઝર , સંચો , ભૌમિતિક સાધનો , પાઉચ, સ્કેચ પેન , બોલપેન , વોટર બેગ જેવા સાધનો બાળકોને ગામના દાનવીરોના હાથે જ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શાળાના આચાર્યશ્રી મહેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાઓમાં શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને તેમના માયલામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો આ કિમિયો છે. આવા ઇનામો દ્વારા બાળકો વિદ્યા અભ્યાસમાં રસ અને રુચિ કેળવે છે અને પુરુષાર્થ કરવા તૈયાર થાય છે. જે દ્વારા એ આગળ વધી શકે છે. આજે સમાજને ડોક્ટર , એન્જિનિયર , વકીલ , રાજકીય નેતા જરૂરી છે પરંતુ એની સાથે સૌથી વધારે માનવી માનવ થાય તો ઘણું એ વધારે જરૂરી છે. સાથે મોબાઈલ નો વધારે પડતો ઉપયોગ વિદ્યાર્થીઓ ન કરે એ માટે વાલીઓને જાગૃત કર્યા હતા. ગામજનો એ આપેલ દાન દ્વારા વિવિધ વસ્તુઓ લાવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા હતા. આ પ્રસંગે ગ્રામજનો , પંચાયતના સભ્યો , શાળાનો સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો અને પ્રસંગને શોભાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button