BANASKANTHADHANERA

ધાનેરા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો ધાનેરાના ધારાસભ્યશ્રી અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા

ધાનેરા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો ધાનેરાના ધારાસભ્યશ્રી અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા
બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા તા. આજ રોજ તાલુકા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતું જેમા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ પટેલ દ્વારા સૌ પ્રથમ તો દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી આયુષ મેળાને લોકો માટે ખુલ્લો મુક્યો હતો આ આયુષ મેળામાં આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા , મણકા , વા , કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર માટે નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી . તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.

અહેવાલ.. માસુંગ ચોધરી

[wptube id="1252022"]
Back to top button