
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ- ગાંધીનગર ઉપક્રમે યુવા વિકાસ અધિકારીશ્રી કચેરી ભાવનગર સંચાલિત સૌરાષ્ટ્ર ઝોન બાળ પ્રતિભા શોધ સ્પર્ધા પાલીતાણા ખાતે યોજાઈ હતી જેમાં શાળા નં-18 જામનગરની તૃપ્તિ ડી. લીંબડ -અ વિભાગની સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં ભાગ લઇ સૌરાષ્ટ્ર ઝોન બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ આવી. પ્રથમ ક્રમે વિજેતા બનવા બદલ શાળાના મુખ્ય શિક્ષક દીપક પાગડા અને માર્ગદર્શક જયેશભાઈ દલસાણીયા અને સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને વિજેતા દીકરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

[wptube id="1252022"]





