JAMNAGARLALPUR

શ્રી આરબલુસ પ્રાથમિક શાળામાં દીક્ષાંત સમારંભ યોજાયો

શ્રી આરબલુસ પ્રાથમિક શાળા તાલુકો લાલપુર ખાતે ધોરણ ૮ના વિદ્યાર્થીનો દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું.આ તકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ ભાજપ જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી હાજર રહેલ, આર આર શાહ હાઈસ્કુલ જામનગર આચાર્યશ્રી પ્રભાતસિંહ જાડેજા સાહેબ,લાલપુર તાલુકા બીઆરસી કો ઓ.યશપાલસિંહ જાડેજા,નાયબ મામલતદાર લાલપુર વિજયભાઈ ગોહિલ,સીઆરસી કાનાલુસ દિગ્વિજયસિંહ જાડેજા,સરપંચશ્રી ઉપસરપંચશ્રી,શાળાના દાતાશ્રી રૂપેશભાઈ શાહ,કપૂરચંદ નાયાલાલ શાહ,શાળા વ્યવસ્થાપન સમિતિ,શાળા નંબર ૧૮/૧૯ આચાર્ય દીપકભાઈ પાગડા,આરબલુશ વાડી શાળા તેમજ પડાણા કન્યા શાળાના આચાર્ય હાજર રહીને ધોરણ ૮ના બાળકોને આશીર્વચન આપેલ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ,આ તકે શાળાના શિક્ષકશ્રી કેશવજીભાઈ સોનગરા દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવેલ.શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા તમામનો આભાર વ્યકત કરવામાં આવેલ તમામ બાળકોને ઈનામ આપી બિરદાવેલ તમામ વિદાય લેતા બાળકોને સ્વ.શામજી ભાણજી ગડારા તરફથી ભેટ આપવામાં આવેલ.સાથે સાથે શિક્ષકોને પણ ભેટ આપી બિરદાવવામાં આવ્યા હતા.સ્વ.પરબત પોપટ શાહ હસ્તે.રૂપેશભાઈ શાહ તરફથી બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવેલ.જાડેજા મિતરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તરફથી તમામ શિક્ષકોને સમૃતિભેટ આપવામાં આવેલ.અને ધોરણ ૮ના તમામ બાળકો દ્વારા શાળાને હેડફોન માઇક સેટ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી બાંભવા રાજાભાઈ દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમને સફળ બનાવવા આરતીબેન,દિશાબેન,રાજુભાઈ,મીનાબેન,દિનેશભાઈ,કેશવજીભાઇ,દિનેશભાઈ દ્વારા જહેમત ઉઠાવેલ.

[wptube id="1252022"]
Back to top button