માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બજરંગ અને સમગ્ર ચાંગાણી સાંગાણી પરિવાર દ્વારા યોજાયો દ્વિતીય સમુહ લગ્ન સમારોહ

માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બજરંગ અને સમગ્ર ચાંગાણી સાંગાણી પરિવાર દ્વારા યોજાયો દ્વિતીય સમુહ લગ્ન સમારોહ,પાટોત્સવ તથા યુવા પ્રતિભા સન્માન સમારોહમાં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બજરંગ અને સમગ્ર ચાંગાણી સાંગાણી પરિવાર દ્વારા શકિત ધામ બજરંગ પુર મુકામે પરિવાર નાં કુળદેવી માતા નાં સાનિધ્યમાં અને સુરાપુરા બાપા નાં આશીર્વાદ થી દ્વિતિય સમુહ લગ્ન સમારોહ, પાટોત્સવ તથા યુવા પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો.આ સમૂહ લગ્ન સમારોહ માં કુલ અગિયાર નવ દંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.આ કાર્યક્રમ માં ખાસ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય પરમ પુજ્ય જગદગુરુ આચાર્યશ્રી શ્રી ૧૦૮ કૃષ્ણમણી મહારાજ,શ્રી ૫ નવતનપુરી ધામ ,જામનગર તેમજ પુ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી મોટી હવેલી , જામનગર ઊપસ્થિત રહી આશીર્વચન અને નવ દંપતી ને આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે ટ્રસ્ટ નાં ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ ચાંગાણી એ મહેમાન શ્રી ઓ આવકાર્યા હતા.જ્યારે ટ્રસ્ટ નાં સહમંત્રી શ્રી મનીષભાઈ સાંગાણી એ માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બજરંગ નો પરિચય અને ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ થી અવગત કર્યા હતા.ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી મગનભાઈ ચાંગાણી એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.જ્યારે ટ્રસ્ટ નાં મંત્રી શ્રી ચંદુભાઈ સાંગાણી એ આ દ્વિતિય સમૂહ લગ્ન સમારોહ પાટોત્સવ અને યુવા પ્રતિભા સન્માન સમારોહ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા પરિવાર નાં આરોગ્ય માટે સહયોગી થવા માટે એક આરોગ્ય સર્વે એપ્લિકેશન લોન્ચ કરી અને તે એપ્લિકેશન દ્વારા કઈ રીતે પરિવાર નાં કુટુંબો ને આરોગ્ય અને સહયોગ પ્રાપ્ત થશે તે અંગે ની જાણકારી આપી હતી તેમજ માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બજરંગ દ્વારા લંપી વાયરસ પ્રસંગે કરવામાં આવેલ પશુધન બચાવવા માટે નાં કેમ્પ ની માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાન શ્રી ઓ અને અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓએ નવ દંપતી ને અભિનંદન પાઠવ્યા હતાં.તેમજ શુભ સંદેશ આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વેધ રાકેશભાઈ ચાંગાણી , શ્રી મનીષભાઈ,તથા ચંદુભાઈ એ કર્યું હતું.અને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બજરંગ નાં તમામ ટ્રસ્ટીઓ,મગનભાઈ,પરેશભાઈ,ચંદુભા