શાળા નં-૧૮ જામનગરના વિદ્યાર્થીનીઓએ જીલ્લા કક્ષાની કુસ્તીમાં ફરીથી મેદાન માર્યું

શાળા નં-૧૮ જામનગરના વિદ્યાર્થીનીઓએ જીલ્લા કક્ષાની કુસ્તીમાં ફરીથી મેદાન માર્યું. જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર આયોજિત જીલ્લા કક્ષાની શાળા રમતોત્સવ કુસ્તીની સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં અંડર-૧૪ માં શ્રુતિ પાડલિયા ૩૪-૩૬ કી.ગ્રા. પ્રથમ, લક્ષ્મી ગોડ ૩૭-૩૯ કિ.ગ્રામાં પ્રથમ, ચેતનાબા વાઘેલા ૩૭-૩૯ કિ.ગ્રા. દ્વિતિય, દિશા મકવાણા ૪૦-૪૨ કી.ગ્રા. પ્રથમ, સોનલ પરમાર ૪૦-૪૨ કી.ગ્રા., જુલી પાસવાન ૪૩-૪૬કિ.ગ્રા. પ્રથમ , ધામેચા દિવ્યા ૫૧-૫૪ કી.ગ્રા. ત્રીજો,વંદના રાઠોડ ૫૦-૫૮ કી.ગ્રા. પ્રથમ, પ્રિયાબા જાડેજા ૫૦-૫૮ કી.ગ્રા. દ્વિતિય સ્થાન મેળવી વિજેતા થતાં શાળાનું ગૌરવ વધારેલ છે. કુસ્તી સ્પર્ધાની તૈયારી શાળાના શિક્ષક મોતીબેન કારેથા તથા પરિતાબેન કુંડાલિયા અને સહાયક તરીકે મુકેશભાઇ છત્રાળા દ્વારા કરાવવામાં આવી હતી. શાળાના આચાર્ય દીપકભાઇ પાગડા અને શાળા પરિવાર વિજેતા બાળકોને તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.






