

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૯/૦૬/૨૦૨૩
*આ કોમ્પ્યુટર લેબમાં ૨૬ કોમ્પ્યુટર, ૧ ટીવી અને બે એ.સીનો સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લાના અંતરિયાળ જનજાતિ વિસ્તાર એવા નેત્રંગ તાલુકાના કાકડકૂઇ ગામે માધવ વિધાપીઠ દ્વારા જનજાતિય વિધાર્થીઓ માટે ચાલતા સરસ્વતી માધ્યમિક વિધામંદિર માં કે. કે. વિઠાની ફાઉન્ડેશન (ફાર્મસન ફાર્માસ્યુટકલ ગુજરાત પ્રા.લી.) દ્રારા રૂપિયા ૧૬ લાખના ખર્ચે નવ નિર્મિત કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયા.
આ નવ નિર્મિત કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ એન.કે.પટેલ કે જેઓ કે.કે.વિઠાની ફાઉન્ડેશન (ફાર્મસન ફાર્માસ્યુટલ ગુજરાત પ્રા.લી.)ના ડાયરેક્ટર છે જેઓ ના હસ્તે કરી વિધાર્થીઓને અર્પણ કરી. જે પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ, લઘુ ઉધોગ ભારતીના બળદેવભાઈ પ્રજાપતિ પણ વિશેષ ઉસ્થિતિ રહ્યાં હતાં. આ લેબ આ વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક સક્ષમતા વધારવા માં ખૂબ ઉપયોગી થશે.
[wptube id="1252022"]








