MORBIMORBI CITY / TALUKO

દર્શને (IIT Bombay) આત્મહત્યા કરી? કે પછી IIT કેમ્પસમાં એની હત્યા કરવામાં આવી છે?

દર્શને (IIT Bombay) આત્મહત્યા કરી? કે પછી IIT કેમ્પસમાં એની હત્યા કરવામાં આવી છે?

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

રોહિત વેમુલા, પાયલ તડવી અને હવે અમારો દીકરો દર્શન. દેશની પ્રતિષ્ઠિત કહેવાતી સંસ્થાઓ જાતિગત ભેદભાવને લઈને મોતનો અખાડો બનતી જાય છે જેમાં દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને ભણવું મુશ્કેલ બનતું જાય છે. મહામહેનતે પરીક્ષા પાસ કરીને પોતાની યોગ્યતા સાબિત કરીને અમારા દીકરાની જેમ પ્રવેશ મેળવતા કેટલાય આશાસ્પદ યુવાન-યુવતીઓનું આ રીતે જાતિવાદી હેરાનગતિને પગલે જીવવું મુશ્કેલ બની જાય છે.

 

રોહિત વેમુલા, પાયલ તડવી અને દર્શન સોલંકીના નામોની યાદીમાં બીજા નામો ના ઉમેરાય તથા અમારા દીકરાને ન્યાય મળે એ માટે તારીખ ૨૦/૨/૨૦૨૨ ના મોરબી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવા આવ્યું હતું અને સમાજ ના બહોળી સંખ્યા માં વડીલો,આગેવાનો ,ન્યાય આપવા માટે હાજર રહેલ.

[wptube id="1252022"]
Back to top button