જાણો અહીં મોરબી મહાનગરપાલિકામાં કયા ગામો આવશે..
ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો આપવાનો નિર્ણય થયેલ છે જે અન્વયે મહાનગરપાલિકામાં શકત શનાળા, રવાપર, લીલાપર, લાલપર, ઘૂંટું, પીપળી, ટીંબડી, ધરમપુર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ,(જવાહર નગર સહિત) ત્રાજપર (માળિયા વનાળીયા સહિત), મહેન્દ્રનગર તેમજ માધાપર વજેપર ઓજી વિસ્તાર નો સમાવેશ કરવામાં આવેલ છે જેના કારણે તમામ પંચાયતના ગામ તળ અને સીમતળ વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા તમામ પંચાયતના હદવિસ્તારનું હયાતી ક્ષેત્રફળ ની વિગતો પણ મંગાવામાં આવેલી છે
[wptube id="1252022"]





