RAJKOTUPLETA

ઉપલેટામા નવા આંગણવાડી પ્રવેશ પામેલા ૮૨૮ બાળકોને દાતાશ્રી દ્રારા સ્લેટ-પેન ભેટ અપાયા તેમજ પાનેલીમા બાળમેળો યોજાયો

તા.૨૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. ઘટક ઉપલેટામાં તમામ સેજામા નવા આંગણવાડીમાં પ્રવેશ પામેલા ૮૨૮ બાળકોને દાતાશ્રી દમયંતીબેન નાગર તરફથી સ્લેટ (પાટી) અને પેનના બોક્સ ભેટમાં આપવામાં આવેલ છે.

આંગણવાડી પ્રવેશોત્સવ – ૨૦૨૩ અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં ભાગરૂપે પાનેલી સેજામાં તમામ આંગણવાડીના બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ. યોજના દ્વારા આપવામાં આવતા તમામ લાભોની જાણકારી આપી આંગણવાડી કાર્યકરો દ્વારા બનાવવામાં આવેલ ટીચિંગ એન્ડ લર્નિંગ મટીરીયલ દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોને આંગણવાડીનાં અભ્યાસક્રમ મુજબની પ્રવૃત્તિઓ કરાવી, આંગણવાડી પર બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને આપવામાં આવતા બાલશક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિની પોષણ અંગેની જાણકારી આપી તેમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ યોજાયું આવેલ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.સી.ડી.એસ. વિભાગ અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન ઉપરાંત વિનામુલ્યે સવારનો નાસ્તો, બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. આંગણવાડીમાં ૩ વર્ષ પૂર્ણ કરેલા બાળકો પ્રવેશ મેળવી શકે છે.

આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. શ્રી સોનલબેન વાળા, દાતાશ્રી, કો-ઓર્ડીનેટરશ્રીઓ, મુખ્યસેવિકાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ સી.ડી.પી.ઓ.શ્રી ઉપલેટાના યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button