
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગરમાં મતદાન માટે વૃદ્ધ મતદારોમાં લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો
મહીસાગર ૧૦૭ વર્ષના વયોવૃદ્ધ પટેલ જમનબા મત આપી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા

મતદાન એ આપણી પ્રવિત્ર ફરજ છે. દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો, યુવાઓ વગેરે તમામ લોકો મતદાન કરીને આ મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ત્યારે આજ રોજ મતદાનના દિવસે આ મહાપર્વને વધાવવા માટે સૌ મતદારો સવારથી જ આતુર બન્યા છે. ખાસ કરીને વૃદ્ધ વયે મતદાન કરવા માટે આવી દેશની લોકશાહી માટે ખૂબ સારી વાત કહી શકાય. મહીસાગર જિલ્લામાં ૧૦૭ વર્ષનાં વૃદ્ધ વયે પટેલ જમનબાએ મત આપી લોકશાહીને મહાપર્વમાં સહભાગી બન્યા હતા.
[wptube id="1252022"]








