SINOR

અવાખલ ગામે ખેતરના કામ અર્થે જતા ખેડૂતને ચાઈનીઝ દોરીથી ગંભીર ઇજા

શિનોર તાલકાના અવાખલ ગામનાં ભરત ભાઇ પટેલ પોતાના ખેતર બાઈક લઈને જઇ રહ્યા હતા એ સમયે તેઓને ગળાના ભાગે ચાઇનીઝ દોરી થી ગંભીર ઇજા પહોંચી હતી.
જેથી તેઓને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત ખેડૂત ભરત ભાઇ પટેલને ગળાના ભાગે આવ્યા 14 ટાંકા આવ્યાં હતા.હાલ તેઓની તબિયત સુધારા પર છે.

વાત કરીએ તો શિનોર તાલુકામાં છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિઓ ચાઈનીઝ દોરી થી ઇજાગ્રસ્ત થયા છે.
બે દિવસમાં બે બનાવોમાં માલસર ગામે એક આઠ વર્ષની બાળકી તેમજ આજે અવાખલ ગામે એક ખેડૂત ને ચાઈનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયા છે.
શિનોર પોલીસ દ્વારા પ્રાણઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button