NAVSARI

નવસારી: બુધવારે કોરોનાના નવા 04 કેસ નોંધાયા.જ્યારે 07 ડિસ્ચાર્જ એક્ટિવ કેસ 12

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાના 04 કેસ પોઝીટીવ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 12 થઈ જિલ્લામાં કોરોનાના પોજીટિવ કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યા છે. ગતરોજ મંગળવારે જિલ્લામાં 05 કેસો સામે આવ્યા હતા આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે 653 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 04 કેસો પોઝીટીવ નોંધાયા છે. જેમાં ગણદેવી તાલુકામાં 02 કેસ સામે આવ્યા છે જેમાં પાટી ગામની 65 વર્ષીય વૃધ્ધા અને ગોહરબાગ બીલીમોરા ખાતે રહેતા 52 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોજીટિવ નોંધાયા છે જ્યારે નવસારીના લુન્સીકુઈ વિસ્તારોમાં રહેતી 62 વર્ષીય વૃધ્ધા અને ચીખલી તાલુકાનાં મજીગામ ખાતે રહેતા 32 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ નોંધાયો છે. આ નવા 04 કેસ પોઝીટીવ નોંધાતા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 12899 પર પહોંચી છે જ્યારે આજે 07 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતાં ડિસ્ચાર્જ ની સંખ્યા 12676 થઈ છે. જિલ્લામાં હાલે 12 દર્દીઓ એક્ટિવ એક્ટિવ છે.જોકે એક પણ દર્દીનું સારવાર દરમિયાન મોંત થયું નથી..

[wptube id="1252022"]
Back to top button