
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી આગળ બારીનાં વળાકમાં ગલકુંડથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં બે બાઈક સવારો સામસામે ભટકાતા એકનું મોત નિપજ્યુ હતુ.જ્યારે બે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આહવા તાલુકાનાં ગલકુંડ ગામના હરેશભાઈ કાશીનાથભાઈ રાઉત (રહે.ગલકુંડ ગામ તા.આહવા જી.ડાંગ) અને તેમના ગામના મિત્ર સોમનાથ ભાઈ દિનકરભાઇ ગામીતનાઓ મોટર સાયકલ નં.GJ-30-C-9785 પર સવાર થઈ ચિંચપાડા ગામ જઈ રહ્યા હતા.જ્યારે તેઓ ગલકુંડ ગામથી આગળ બારીનાં વળાંકમાં ગલકુંડથી શામગહાન જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે મહેન્દ્રભાઇ બાબુરાવભાઇ ચૌધરી (રહે. ગલકુંડ તા.આહવા જી.ડાંગ) પોતાના તાબાની બ્લ્યુ કલરની પલ્સર મોટર સાયકલ રજી.નં.GJ-05-GH-4075ને પુર ઝડપે રોંગ સાઇડે હંકારી લાવ્યા હતા.જે બાદ મહેન્દ્રભાઈ ચૌધરી એ હરેશભાઈ રાઉતની બાઈકને ટક્કર મારી દીધી હતી.અહી સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાતા હરેશભાઈ રાઉત અને તેમના મિત્રને નાની મોટી ઇજાઓ થઈ હતી.જ્યારે મહેન્દ્રભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને પ્રથમ ગલકુંડ પી.એચ.સી ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જે બાદ તેમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર ઈજાઓનાં પગલે મહેન્દ્રભાઈ ચૌધરીનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..





