GIR SOMNATHPATAN VERAVAL

વેરાવળ અભયમ ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ વૃદ્ધા માટે ૧૮૧ અભયમ ટીમ મદદે દોડી ગઈ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી માંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ પર ફોન કરી જણાવ્યું કે એક વૃદ્ધા મહિલા ઘણા સમય થી નિ:સહાય બેઠેલા છે.જેથી ૧૮૧ માં ફરજ બજાવતા કાઉન્સેલર મનિષા ધોળીયા, કોન્સ્ટેબલ કૃપલબેન તેમજ પાઇલોટ બચુભાઈ સ્થળ પર પહોંચી ગયા. મહિલાનું કાઉન્સિલિંગ કરેલ તો જણાવેલ કે મારા માતા ને શોધવા માટે આવી છું. તે ઘરે થી નીકળી ગયા છે. અને જે સરનામું આપ્યું તે જગ્યા પર ગયા. ત્યાંના પાડોશી ને પૂછપરછ કરતા જણાવ્યું કે આ માજી ઘણા સમય પહેલા રહેતા હતા. તે આ મહિલાને ઓળખતા હતા. તેમની માનસિક સ્થિતિ સારી નથી. તે એકલા જ રહએવા માંગે છે. તેના માતા ગુજરી ગયા તેનો ઘણો સમય થઈ ગયો.તેના સંતાનમાં દીકરો નથી. બે દીકરીઓ જ છે જે વેરાવળમાં જ રહે છે. જેથી તેમના દીકરી-જમાઈ વેરાવળ રહે છે. તે વ્યક્તિ પાસેથી મહિલા ના જમાઈને ફોન કરી બધી હકીકત જણાવેલ. અને તેના દીકરી જમાઈ લેવા માટે આવ્યા. તેમણે જણાવ્યું કે માજીની દવા ચાલુ છે. અમે લોકો રાખીએ છીએ પણ તે એકલા રહેવા માંગે છે. જેથી તેમના દીકરી જમાઈ ને સલાહ આપેલ કે તે વૃદ્ધ છે તેની સાળ-સંભાળ રાખવી તે તમારી ફરજ છે. આટલી ઉંમરે તેનો સ્વભાવ થોડો જીદી થઈ જાય છે.પરંતુ તેને પ્રેમ ભાવ થી સમજાવશો તો સમજી જશે. અને માજીના હાથ અને ડોકમાં સોનાના દાગીના છે. આવા રાતના સમય માં એકલા નીકળી જાય તો ઘણા આવારા તત્વો હોય છે જે નુકશાન પણ કરી શકે. જેથી રાતના સમય મા એક વૃદ્ધ માનસિક બીમારી મહિલાને સહી સલામત તેના દીકરી જમાઈને શોપ્યા. તે લોકો એ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો.

વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button