GIR SOMNATHPATAN VERAVAL

સોમનાથ જિલ્લાનું ધોરણ 12 કોમર્સ નું ૬૯.૮૪% પરિણામ

એમ.જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ (ઉચ્ચતર માધ્યમિક) ના વિદ્યાર્થી વેરાવળ કેન્દ્રમાં પ્રથમ

ધોરણ 12 કોમર્સ નું જાહેર થયેલ પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાનું ૬૯.૮૪% છે. વેરાવળ કેન્દ્રનું પરિણામ ૬૯.૧૮% જ્યારે એમ.જે. સ્વામીનારાયણ હાઇસ્કુલ (ઉચ્ચતર માધ્યમિક) નું પરિણામ ૮૯ % આવેલું છે. અને એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ (ઉચ્ચતર માધ્યમિક) ‌ ના વિદ્યાર્થી વેરાવળ કેન્દ્રમાં પ્રથમ નંબરે આવેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયેલ જેમાં પ્રભાસ પાટણ ની એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ (ઉચ્ચતર માધ્યમિક) પ્રશંસનીય પરિણામ આવેલ છે. શાળાના વિદ્યાર્થી ગઢીયા મનીષ જીવાભાઈ ૯૯.૮૪ પી.આર. સાથે A-1 ગ્રેડ Seat no.581592 મેળવી વેરાવળ કેન્દ્રમાં પ્રથમ જ્યારે વાસણ દિશા મોહનભાઈ ૯૯.૭૧ પી.આર. સાથે A-1 ગ્રેડ seat no. 581931 જ્યારે દુસાણી રોશની મહેશભાઈ ૯૯.૫૮ પી.આર . Seat no. 582027 સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. સમગ્ર બોર્ડનું પરિણામ ૭૩.૨૭% છે. તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને મંડળના પ્રમુખ શા. સ્વા. પુરુષોત્તમ ચરણદાસજી, મંત્રી શા. સ્વા. ભક્તિ પ્રસાશદાસજી, ટ્રસ્ટી વિજયભાઈ પી. શાહ, ચંદ્રકાંતભાઈ પી. દામાણી, આચાર્ય તથા સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button