
ટંકારા:ઓવરબ્રિજ ના સર્વિસ રોડપર વરસાદ પાણીના નિકાલ વગર ફૂટપાથ બનાવવા નું કામ પુર જોશમા શરૂ..
ટંકારામાં ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર વરસાદના પાણીના નિકાલની કુંડીઓ બનાવ્યા વગર પાઇપલાઇન નાખ્યા વગર ફૂટપાથ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ટંકારામાં ઓવરબ્રિજ બનાવેલ છે તેમાં ખીજડીયા ચોકડીથી લતીપર ચોકડી સુધી ફૂટપાથ બનાવવાનું કામ શરૂ કરાયેલ છે.

મોરબીથી રાજકોટ તરફ જતા સર્વિસ રોડ ઉપર રહેતા લોકોએ થોડા સમય પહેલાં વરસાદના પાણીના તથા વપરાશના ગંદા પાણીના નિકાલ માટે રસ્તા રોકો આંદોલન કરેલ . લોકોના રસ્તા રોકો આંદોલનના કારણે હાલમાં મોરબી થી રાજકોટ તરફ જતા ઓવરબ્રિજના પૂર્વ તરફના સર્વિસ રોડ ઉપર પાઇપલાઇન નાખી પાણીની કુંડીઓ બનાવી અને વરસાદના પાણીના તથા ગંદા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરેલ છે.
જ્યારે મોરબીથી રાજકોટ તરફ જતા ઓવરબ્રિજના પશ્ચિમ તરફના સર્વિસ રોડ ઉપર ફૂટપાથ બનાવવાનો કામ ચાલુ કરેલ છે પરંતુ વરસાદના પાણીના નિકાલની કે સોસાયટીના તેમજ બસ સ્ટેન્ડ વરસાદના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાયેલ નથી. ચોમાસામાં વરસાદના પાણી રોડ ઉપર ભરાશે અને થોડા દિવસોમાં જ સર્વિસ રોડ તૂટી જશે. આ ચોમાસામાં પણ સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડતા ઠેર ઠેર પાણીના ખાબોચિયાઓ ભરાયેલ. વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયેલ . અનેક રજૂઆત પછી ત્રણ ચાર વખત રીપેર કરવો પડેલ. ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ દોડી આવેલ અને સર્વિસ રોડ રીપેરીંગ કામગીરી કરાવેલ.

મોટા શહેરોમાં નવો રોડ બનાવી પછી ફરીથી રોડ ખોદી પાઇપલાઇન નાખી વરસાદના પાણીને નિકાલ કરવાની યોજના થાય છે તેમ ટંકારામાં ફૂટપાથ બનાવી પછી રોડ ઉપર વરસાદના પાણીનો ભરાવો થયા પછી ફૂટપાથ ખોદી વરસાદના પાણીના નિકાલ માટે કુંડીઓ બનાવવાનું તથા પાઇપલાઇન નાખવાનું કામ કરાશે તેવા સવાલ લોકો પૂછી રહ્યા છે








