MORBI:મોરબી ખાતે બેન્કિંગ અને ફાઇનાન્સ સેકટર માં નોકરી માટે નિશુલ્ક તાલીમ યોજાશે
MORBI:મોરબી ખાતે બેન્કિંગ અને ફાઇનાન્સ સેકટર માં નોકરી માટે નિશુલ્ક તાલીમ યોજાશે
મોરબી માં ૧૮ થી ૩૦ વર્ષ ની ઉમર ધરાવતા ઉત્સાહી રોજગાર ની જરૂરિયાત ધરાવતા ગ્રેજ્યુએટ યુવક અને યુવતીઓ માટે સંપૂર્ણ નિશુલ્ક અને સરકાર માન્ય સર્ટિફિકેટ તથા રોજગારી ની સંપૂર્ણ મદદ સાથે કુલ ૬ માસ નો તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવનાર છે.આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ૧ માસ માટે ક્લાસરૂમ તાલીમ અને ત્યાર બાદ ૫ મહિના ઓન જોબ તાલીમ આપવામાં આવશે ઓન જોબ તાલીમ દરમિયાન દર મહિને ૧૨૦૦૦/- રૂપિયા માસિક સ્ટાઈપેન્ડ પણ તાલીમાર્થીઓને નિયમાનુસાર ચૂકવવામાં આવશે આ માટે જે ઉમેદવારો નું ગ્રેજ્યુએશન પૂર્ણ ન થયું હોય તેઓ પણ અરજી કરી શકે છે ફૂલ ૨૫ તાલીમાર્થીઓ ને મેરીટ અને ઇન્ટરવ્યૂ ના આધારે આ તાલીમ નો લાભ આપવાની જોગવાઈ હાલ માં છે વધુ માહિતી માટે તથા લાભ મેળવવા મો. 9726501810 પર સંપર્ક કરવા જણાવાયું છે.





