GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ મહાદેવના દર્શન કરતા અમીત શાહ:‘યાત્રા એપ’નું લોન્ચિંગ

સોમનાથ કેવી રીતે પહોંચવુ સહિતની માહિતી આંગળીના ટેરવે મળશે

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ જળાભિષેક કરી પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સોમેશ્ર્વર મહાપૂજા, ધ્વજાપુજા અને પાઘ પુજા કરી ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંદિરમાં “સોમનાથ યાત્રા એપ” ઈ- લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. તેમજ આરોગ્યધામ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ગૃહમંત્રી સમક્ષ આરોગ્ય વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા. વન સ્ટોપ સોલ્યુશન “સોમનાથ યાત્રા એપ” પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં સોમનાથ વિશ્વાસનું મહત્વનું પગલું છે.આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.ઉપરાતં આ એપના મદદથી ઓનલાઈન પૂજાવિધિ નોંધણી, નજીકના જોવાલાયક સ્થળોની માહિતી, સામાજિક પ્રવૃતિ ટ્રસ્ટ દ્વારા જીવનના ઉદ્ધાર માટે કરવામાં આવી રહેલા કાર્યોના ફોટા અને વિગતો તેમજ સોમનાથના તાજેતરના અપડેટ્સ, ફોટો ગેલેરી, ઇ-લાઇબ્રેરી સહિત સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના સામયિકો, ઈ-માલા સહિતની જાણકારી મળી રહેશે. આ એપના મદદથી મુસાફરો તેમનો અનુભવ પણ શેર કરી શકશે.

વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button