Jamnagar : એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં બાળકોએ પોસિત્રા દરિયાઈ પ્રકૃતિ શિક્ષણ શિબિર માં ભાગ લીધો.

આપણાં ગુજરાત રાજ્યમાં આવેલા કચ્છના અખાતમાં ઓખા થી નવલખી સુધીનો વિસ્તાર જે અનેક સમુદ્રી જીવોનો અદભુત ખજાનો છે.ત્યારે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન માં આવેલ નાના મોટા 42 ટાપુઓ પૈકી નું એક રમણીય સ્થળ એટલે પોશિત્રા. પોશિત્રાનો દરિયાઈ વિસ્તાર જૈવિક વિવિધતા ઓ થી ભરેલો અને નયનરમ્ય પ્રાકૃતિક શિક્ષણ મેળવવાનું મનને આનંદ અને જ્ઞાનથી છલકાવી દેતું સ્થળ એટલે પોશિત્રા.આ સ્થળે ગુજરાત સરકાર અને નાયબ વન સંરક્ષક ,મરીન નેશનલ પાર્ક,જામનગર દ્વારા એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં બાળકો અને શિક્ષકો ને આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેવાની મંજૂરી મળી હતી.આ શિબિર માં કુદરતની બેનમુન કલાકારીગરી સમી પરવાળાની જાતો,દરિયાઈ જીવસૃષ્ટિ, ચેરના વનો અને કાંઠાળા પક્ષીઓનો ખજાનો માણવાનો આનંદ પ્રાપ્ત થયો હતો.સાથે સાથે પરવાળા નાં આકાર રંગ અને કોતરણી ની અનેક ગણી વિવિધતા જોવા મળી હતી.37 થી વધુ સખત પરવાળા, 3 મૃદુ પરવાળા , લીલ, વાદળી , જેલીફિશ , સમુદ્ર ફૂલ,કૃમિઓ,છીપ,વિવિધ પ્રકારના કરચલાઓ, જિંગા,સી સ્લગ, માછલીઓ , ઓક્ટોપસ, તારા માછલીઓ , પફર ફિશ,પક્ષીઓ અને દરિયાઈ સસ્તન પ્રાણીઓ,સાગર ગોટા, ડુગોંગ, સેન્ડ ડોલર ,રે ફિશ, વેંડોપેન છીપ , સી હોર્સ, સમુદ્રી કાકડી , ગોગોરનીયા,વગેરે સમુદ્રી જીવો જોવા મળ્યા હતા.આ ઉપરાંત ચેર નાં વનોમાં એવિસીનીયા મરીના, એવિસીનિયા આલ્વા,રાઈઝોફોરા, એજીસેરસ,સિરીઓપ્સ, ગૂગળ,ઊંટ મરોડ,પિલ્લું,વિક્રો,હેરમો, દેશી બાવળ,કેરડા, તાડી,આંકડો,બોરડી, જેવી વનસ્પતિ પણ જોવા મળી હતી.વિષમ વાતાવરણમાં પણ કુદરત જીવસૃષ્ટિ ને ખીલવવાનું ચુકી નથી.આવી જીવસૃષ્ટિ ને જોઈને તથા જાણીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે માટે રાત્રી રોકાણ તથા જમવાની ઉત્તમ સગવડ આ પ્રાકૃતિક શિક્ષણ શિબિર માં સરકાર અને મરીન નેશનલ પાર્ક જામનગર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી , દ્વારકા દ્વારા આપવામાં આવી હતી .સાથે સાથે એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં બાળકો અને શિક્ષકો ને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાનો આનંદ પ્રાપ્ત થયો હતો. પોશિત્રા ભાડુ કેમ્પ સાઈટ પર વિદ્યાર્થી ને ત્રણ ડોમ માં રહેવા માટેની સુવિધા પણ મરીન નેશનલ પાર્ક દ્વારા કરવામાં આવી છે.આ પ્રાકૃતિક શિક્ષણ શિબિર માં એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓ, તેમજ આચાર્ય શ્રી જીજ્ઞેશભાઈ ચાંગાણી, શિક્ષક શ્રી ભાવેશભાઈ સોજીત્રા, અલ્પાબેન ચાંગાણી, મોહિતભાઈ વાટલિયા,વગેરે શિક્ષકો પણ આ શિબિર માં જોડાયા હતાં.એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ શાળા પરિવાર ગુજરાત મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચ્યુરી કંઝરવેશન સોસાયટી, નાયબ વન સંરક્ષક શ્રી,મરીન નેશનલ પાર્ક, જામનગર તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દ્વારકા ફોરેસ્ટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.






