ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ચેક રિટર્નના ગુનામાં શખસને એક વર્ષની જેલની સજા

તાહિર મેમણ – 27/05/2024- આણંદ ના સામરખા ગામના શખસને ચેક રિર્ટનના ગુનામાં એક વર્ષની જેલની સજા ફટકારી હતી. મકાન લેવા માટે શખસે રૂપિયા ત્રણ લાખ છ મહિના માટે હાથ ઉછીના લીધા હતા. આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સામરખા ગામ સ્થિત મોટી ખડકી ખાતે ભાવિનકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ રહે છે. ગામમાં રહેતા જગદીશ કિશોર વાળંદ કે જેઓ ગામમાં હેરકટીંગની દુકાન ધરાવે છે. ભાવિનકુમાર તેમના સલુનમાં વાળ કપાવવા માટે જતા હતા એ સમયે તેમની ઓળખાણ થઈ હતી. દરમિયાન, પરિચય ગાઢ બનતા જગદીશ વાળંદે વર્ષ 2022માં તેમને મકાન લેવા માટે ભાવિનકુમાર પાસેથી હાથ ઉછીના પૈસા રૂપિયા ત્રણ માગ્યા હતા. જે છ મહિનામાં ચૂકવી આપવાનું જણાવ્યું હતું. જેને પગલે ભાવિનકુમારે તેમને રૂપિયા આપ્યા હતા. દરમિયાન, છ મહિના પૂર્ણ થયા બાદ તેમણે તેમને પૈસા પરત માગ્યા હતા. જેને પગલે તે પૈસા ચૂકવવા માટે ગલ્લાંતલ્લાં બતાવતો હતો. આખરે, અવાર-નવાર ઉઘરાણી કરતા શખસે 1 ઓગસ્ટ, 2022ના રોજ ચેક આપ્યો હતો. જે ચેક ભાવિનભાઈએ બેંકમાં ભરતા અપૂરતા ભંડોળના શેરા હેઠળ પરત ફર્યો હતો. આમ, પોતાના પૈસા બાબતે છેતરપિંડી થતા તેમણે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે આણંદ જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે અંતર્ગત કોર્ટે આરોપી જગદીશ કિશોર વાળંદને તકશીરવાર ઠેરવી એક વર્ષની જેલ અને બે માસની અંદર નાણાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હૂક્મ કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button