
ત્રણ દિવસ થી ઘરે થી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ વૃધ્ધાને તમેના પરિજનો સાથે મિલન કરવાતી ગીર સોમનાથ અભયમ ટીમ.
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકા ઘંટીયા ના ગામ માંથી એક જાગૃત નાગરીકે ૧૮૧ અભયમ હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવેલ કે એક માનસિક અસ્વસ્થ એક અજાણી વૃધ્ધા ને સહાય ઘણા સમયથી અહિંયા બેઠેલા છે.તેઓ કાંઈ બોલતા નથી તો તમો એમની મદદ માટે આવો તાત્કાલીક અભયમ ટીમ સ્થળ પર વૃધ્ધાની મદદ માટે પહોંચી જઈને વૃધ્ધાનુ નામ , સરનામુ જાણેલ તેમને સાંત્વના આપી. તેમની સમસ્યા જાણતા તેમને જણાવેલ કે હું ગીરગઢડા તાલુકા ના વિઠલપુર ની રહેવાસી છું મારા પુત્ર તથા પુત્રવધુ સાથે રહું છું મારા પુત્રને નશો કરવાની ટેવ હોવાથી વારંવાર ઘરે નશોકરી આવી મને અપશબ્દ બોલી હેરાનગતી કરતા હોવાથી કંટાળીને હું ઘરેથી નીકળી ગયેલ મારા બહેન ના ઘરે જવા માટે પરંતુ રસ્તો ભુલી ગયેલ હોવાથી અહિંયા બેશી ગયેલ વૃધ્ધાનું કાઉન્સેલિંગ કરતા તેમને તેમના બહેનના ઘરનું એડ્રેસ જણાવતા તેમને જણાવેલ એડ્રેસ પર પુછપરછ કરતા તેમના ભત્રીજી મળી આવતા તેમને જણાવેલ કે આ મારા ફઈ છે તેમની માનસિક સ્થિતી સારી ના હોવાથી ત્રણ દિવસથી ઘરે કોઈને કહિયા વગર નીકળી ગયેલા.હાલ વૃધ્ધા તેમના ભત્રીજી સાથે રહેવાનુ જણાવતા વૃધ્ધાને સુરક્ષિત તેમના ભત્રીજી ને સોંપેલા તેમની સારસંભાળ રાખવા જણાવેલ.
વત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










