સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય,હરીદ્વાર દ્વારા સાળવી પ્રા.શાળા ખાતે સામાજિક પરિવીક્ષા શિબિર યોજાઇ

3 જાન્યુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગાયત્રી શકિતપીઠ,હરીદ્વાર તરફથી સમગ્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા વિવિધ પ્રકારના લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.આ સંદર્ભે ગાયત્રી શકિતપીઠ,હરીદ્રાર સંચાલિત સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય દ્વારા પાલનપુરની સાળવી પ્રા.શાળા ખાતે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ “સામાજિક પરિવીક્ષા” શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે હરીદ્વારથી ઇન્ટરનેશનલ યોગ ટ્રેનર નુતેન્દ્રભાઇ પટેલ,શિવમભાઇ વરફાતથાગાયત્રીશકિતપીઠ,પાલનપુરના ભગવાનભાઇ મોદી,પ્રવિણભાઇ પ્રજાપતિ,નિખિલભાઇ આચાર્ય સહિત શ્રીમતી સાળવી પ્રા.શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત ઉપસ્થિત રહ્યા હતાં.હાજર રહેલ તમામ તજજ્ઞોએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના વિવિધ સંસ્કારો સહિત વિવિધ યોગ-પ્રાણાયામ અને એક્યુપ્રેશરની પ્રાયોગીક અને થિયરીકલ માહિતી આપી હતી.