સોમનાથ ખાતે મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ સોલંકીના હસ્તેપ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩’નું થયું ઉદઘાટન

કિલ્લાવાળા હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં તા.૧૯ થી ૨૭ ઓગષ્ટ સુધીસવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી યોજાશે મેળોસુરત, જૂનાગઢ, ભરૂચ વગેરે શહેરોમાંથી આવેલા મહિલા સ્વસહાય જુથો દ્વારા૫૦થી વધુ સ્ટોલ્સમાં વિવિધ વસ્તુઓનું થશે વેંચાણકલાકારો દ્વારા દરરોજ સાંજે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિમાણવા જાહેર જનતાને અનુરોધ
ગીર સોમનાથ મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમભાઇ સોલંકીના હસ્તે સોમનાથ ખાતે પ્રાદેશિક સરસ (SARAS- Sale of Articles of Rural Artisans Society) મેળો-૨૦૨૩નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કિલ્લાવાળા હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે તા.૧૯ થી ૨૭ ઓગષ્ટ દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી આ મેળો યોજાશે. જેમાં કલાકારો દ્વારા દરરોજ સાંજે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ થશે.આ મેળામાં ભાવનગર, સુરત, અમરેલી, મહેસાણા, બનાસકાંઠા વગેરે શહેરોમાંથી આવેલા મહિલા સ્વસહાય જૂથોના ૫૨ જેટલા સ્ટોલ પરથી જાતે જ બનાવેલી વિવિધ વસ્તુઓના ઉત્પાદન મળશે. આ તકે મંત્રીશ્રી, અધિકારીઓ અને મહાનુભાવોએ પણ સરસ સ્ટોલમાં રહેલી વિવિધ વસ્તુઓ નિહાળી હતી અને મહિલાઓની કામગીરીને બીરદાવી હતી.આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ મહિલાઓ પણ આર્થિક રીતે પગભર બની શકે અને સ્વનિર્મિત વસ્તુઓ વેચી શકે તે માટે સરકાર તેમને સરસ પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પલ્લવીબેન બારૈયાએ સરસ પ્લેટફોર્મ અને તેની કામગીરી વિશે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં. આ ઉદ્ઘાટનમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પલ્લવીબેન બારૈયા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમણ અગ્રણી માનસિંહભાઈ પરમાર સહભાગી થયા હતાં.નોંધનીય છેકે, ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહીલા સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેંચાણ દ્વારા સ્વસહાય જુથો (સખીમંડળો) ને બજાર વ્યવસ્થા પુરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન સહ વેંચાણ થાય તે હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે.આ મેળામાં મસાલા, ખાખરા પાપડ, આર્યુવેદીક ઔષધીઓ, મુખવાસ, હાથવણાટ, મોતીકામ, ચાદરો, ઓછાડ, ઇમીટેશન જ્વેલરી, પંચગવ્ય ગૌ આધારીત પ્રોડક્ટ, દોરીવર્ક, ઝુલા રમકડા, સોફ્ટ ટોયઝ, રાખડી, તોરણો, લેડીઝ ડ્રેસ મટીરીયલ્સ, શાલ, બાંધણી, ઉનની બનાવટો, અગરબતી, અથાણા, મુરબ્બો, મીણબત્તી, ઘરદીવડા, દરીયાઇ શંખ-છીપલાની વસ્તુઓ, લાકડાના રમકડા, ભગવાનના વાઘા અને શણગાર, ખાટલી વગેરેનું વેંચાણ ઉપરાંત ખાણીપીણીની સુવિધા તેમજ દરરોજ સાંજે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ છે. જેથી ગીર-સોમનાથના સર્વે નગરજનોને અવશ્ય મુલાકાત લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ