
ગીર સોમનાથના વેરાવળમાં જાણીતા તબીબ અતુલ ચગેએ બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલી તેમની હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
‘હું નારણભાઈ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું’, સુસાઇડ નોટ લખી ડૉક્ટર અતુલ ચગે ગળેફાંસો ખાધો
તબીબ અતુલ ચગેએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ પોતાની હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાધોઅગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ કર્યો આપઘાતગીર સોમનાથના વેરાવળના જાણીતા તબીબ અતુલ ચગેએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ છે. બસસ્ટેન્ડ વિસ્તારમાં તેમની હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પાપ્ત માહિતી અનુસાર અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ તેમણે આપઘાત કર્યોનું જાણવા મળ્યું છે.વેરાવળના જાણીતા તબીબ અતુલ ચગેએ પોતાની હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે. જો કે, આપઘાતનું સાચું કારણ અજી સુધી સામે આવ્યું નથી. જો કે, ચર્ચાઓ એવી છે કે, કોઈ મોટી નાણાકીય લેવડ-દેવડના કારણે ચિંતા હોવાના કારણે આ પગલું ભર્યું છે. જેમાં મોટા રાજકીય નેતાઓની પણ સંડોવણી હોઈ શકે છે. વર્તમાનમાં પોલીસ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.ડોક્ટર અતુલ ચગેના મૃતદેહ પાસેથી મળેલી સુસાઇડ નોટ નોટમાં લખેલું છે કે,” હું નારણભાઈ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરૂ છું”. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વેરાવળ પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
અહેવાલ મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










