કોડીનારની વડનગર, દેવલપૂર અને સિંધાજ પ્રાથમિક શાળાઓ માં Adopt A Tree Campain અંતર્ગત સેમિનાર યોજાયો

તાલુકા કાનુની સેવા સમિતિ, વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે વડનગર, દેવલપુર તેમજ સિંધાજ પ્રાથમિક શાળા મુકામે Adopt A Tree Campain છાત્રો ને નર્સરી માંથી છોડ લાવી કેવીરીત રોપણી કરવી તેમજ એક વ્યક્તિ એક છોડ વવોજ જોયે.તેમજ વન કમીઓ દ્વારા આપણે પર્યાવરણ ને બચવીશું તો પર્યાવરણ આપો આપો આપણે બચવશે તે હેતુથી જે પર્યાવરણ પ્રેમીઓ ને આ ચળવળ માં જોડાય ને વૃક્ષારોપણ કરતા દરેકને આ કેમ્પન માં જોડાવું જોયે. તેમજ સમજવામાં આવ્યું તેમજ બાળકોને જુદા જુદા કાયદાઓ તેની જરૂરિયાતો તેમજ બાળ સંવાદ તેમજ પ્રશ્નોતરી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા.જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી આકાશભાઈ રાઠોડ તેમજ સભ્યશ્રી જગદીશ ભેડા સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી,તેમજ આચાર્યશ્રીઓ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.






