
ઈસરો, ઈન્કોઈસ, ICAR-CIFTના વૈજ્ઞાનિકોએ પ્રેઝન્ટેશન દ્વારામાછીમારોને વિવિધ મુદ્દે આપી સમજસાગરખેડૂઓએ મેળવી સેટેલાઈટ મેપિંગ, દરિયાઈસંશોધન,હવામાન,સુરક્ષામાટેનાસાધનોવગેરેવિશેનીજાણકારીમાછીમારી સમયે NaviC અને GAGAN સોફ્ટવેરની માહિતી તેમજ ઉપયોગ વિશે વૈજ્ઞાનિકો દ્વારા અપાઈ સમજ
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે કેન્દ્રિય મત્સ્ય પ્રદ્યોગિકી સંસ્થાનના વેરાવળ રિસર્ચ સેન્ટર તેમજ ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર હૈદરાબાદ દ્વારા હોટલ રિજન્ટા સેન્ટ્રલ ખાતે સમુદ્ર સૂચના અને સલાહકારી સેવાઓ પર જાગૃતતા અભિયાન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ઈસરો, ઈન્કોઈસ, ICAR-CIFTના વૈજ્ઞાનિકોએ પ્રેઝન્ટેશન દ્વારા માછીમારોને ભારત તેમજ ગુજરાતની દરિયાઈ પરિસ્થિતિ, ભરતી-ઓટ, તેમજ સુરક્ષા, કોમ્યુનિકેશનના સાધનો, વિવિધ યંત્રો અને મશિનના ટેક્નીકલ ઉપયોગ, માછલી એક્સપોર્ટ વગેરે જેવા વિવિધ મુદ્દે સમજ આપી હતી.આ સેમિનારમાં સાગરખેડૂઓને સેટેલાઈટ મેપિંગ, દરિયાઈ સંશોધન, ટ્રેનિંગ, હવામાન, સુરક્ષા માટેના સાધનો વગેરે વિશેની માહિતી તેમજ ભૌગોલિક પરિસ્થિતી અનુસાર માછીમારી અને માછીમારી સમયે NaviC અને GAGAN સોફ્ટવેરની માહિતી તેમજ ઉપયોગ વિશે વૈજ્ઞાનિકો દ્વારા બારીકાઈથી જ્ઞાનસભર માહિતી આપવામાં આવી હતી.આ તકે ‘ડીપ સી ફિશિંગ કેપેસિટી બિલ્ડિંગ’, ‘મરિન ફિશરીઝ અને ભવિષ્યની સંભાવનાઓ’, ‘માછીમારીની જવાબદારીભરી પદ્ધતિ’, ‘RFIS પ્રોગ્રામ’ વગેરે સેશન્સ સાથે માછીમારો તેમજ તજજ્ઞો વચ્ચે સંવાદ સેશન પણ યોજાયો હતો. જેમાં માછીમારોએ દરિયાઈ પ્રવૃત્તિઓ, માછીમારી અને માછલીઓનું વિદેશમાં એક્સપોર્ટ, મત્સ્યોદ્યોગની વિવિધ સરકારી યોજનાઓ જેવા વિવિધ મુદ્દાઓ પર સવાલો પૂછ્યા હતાં અને તજજ્ઞો દ્વારા માહિતીસભર જવાબ આપવામાં આવ્યા હતાં. આ તકે મત્સ્ય ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજાયું હતું અને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતાં.આ સેમિનારમાં વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, MPEDA ચેરમેન જગદિશભાઈ ફોફંડી, ICAR-CIFT વૈજ્ઞાનિક ડો.આશિષકુમાર ઝા, ICAR-CMFRI વૈજ્ઞાનિક ડો.વિનયકુમાર, INCOIS વૈજ્ઞાનિક ડો.નિમિત કુમાર, બોટ એસોસિએશન પ્રમુખ તુલસીભાઈ, ફૂડ એક્સપોર્ટ એસોસિએશન પ્રમુખ કેતનભાઈ સુયાણી, લખનભાઈ ભેંસલા તેમજ ફિશરીઝ કોલેજ આચાર્ય ડો.સાજીદ યુસુફઝઈ સહિત વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસર અને માછીમાર ભાઈઓ તથા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
વાત્સલ્ય સમાચાર તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










