GIR SOMNATHUNA

ઉના પોલીસ સ્ટેશનનો પી.એસ.આઇ.નો વચેટિયો રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાતમાં અત્ર, તત્ર અને સર્વત્ર ગેરરીતિ ભ્રષ્ટાચાર અને રાજ્ય સેવકોનો હોદા નો દુરૂપયોગ  અને ફરજ બેદરકારી નો વ્યાપ વધી ગયો છે જેના કારણે ઘણા જીવલેણ ઘટનાઓ પણ બની રહી છે. જે તાજેતરમાં રાજકોટમાં ગેમઝોન તેનું ઉદાહરણ છે. પરંતુ જ્યારે કોઈ જાગૃત નાગરિક આવા ભ્રષ્ટાચારીઓ સામે પડે છે અને જો તેની પાસે લાંચ માંગે તો અચૂક તેઓ એસીબીમાં ફરિયાદ કરે છે અને આવી એક ફરિયાદ ગીર સોમનાથ જિલ્લામાં ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઇ સામે થઈ છે. જેમનાં વચેટીયો  લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. આ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લામાં ઉના પોલીસ સ્ટેશનમાં  ખાતે  નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં આ કેસ નાં  ફરીયાદીના મિત્રનુ નામ આરોપી તરીકે ખુલેલ હતુ. જે ગુનાની તપાસ આ કામના આરોપી  એચ.કે. વરૂ પીએસઆઇ ઉના પોલીસ સ્ટેશનમાં નાઓ કરી રહ્યા હતા. ફરીયાદીના મિત્રને ગુનાના કામે અટકાયત  કરેલી અને રીમાન્ડ દરમ્યાન ફરીયાદીના મિત્રને માર નહી મારવા તેમજ આ ગુનામાં ફરીયાદીનુ નામ આરોપી તરીકે નહી ખોલવાના અવેજ પેટે આરોપી પીએસઆઇ વરૂ એ ફરીયાદી પાસે પ્રથમ પાંચ લાખ રૂપિયાની  લાંચ ની માંગણી કરેલી પરંતુ  રકઝકના અંતે રૂપીયા એક લાખ આપવા ડીલ  નક્કી કરેલ જે રકમ પ્રજાજન નાગરિક વીજય છગન જેઠવા  ને આપી દેવા જણાવેલું. પરંતુ ફરીયાદી આ
લાંચની રકમ  આપવા માંગતા ન હોઇ તેમણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કર્યો હતો જે અન્વયે લાચ ના છટકાનું આયોજન કરીને ઉના માં અન્નપુર્ણા હોસ્પિટલ સામે ગીરગઢડા રોડ ઉપર છટકુ ગોઠવ્યું જ્યાં પીએસઆઇ વરૂ નો વચેટિયા વિજય છગન જેઠવા આવેલ અને ફરીયાદી સાથે હેતુલક્ષી વાત કરીને રૂપિયા એક લાખ ની લાંચ ની માંગણી કરીને સ્વીકારી હતી તે વેળા એ છટકું ગોઠવીને ઉભેલી એસીબી ટીમે તેમને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધો હતો તે દરમિયાન પીએસઆઇ વરૂ નાસી ગયો છે.   બન્ને વિરુદ્ધ એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા વિગરે બાબત ની ફરીયાદ નોંધાઇ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિદ્ધાંત અને સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.

[wptube id="1252022"]
Back to top button